Badali samay chhuta thavani karyavahi બદલી સમયે છૂટા કરવાની કાર્ય પદ્ધતિ :

બદલી સમયે છૂટા કરવાની કાર્ય પદ્ધતિ :

👉 છુટા થવાની અરજી નો નમૂનો વર્ડ DOWNLOD

👉 છુટા થતા શિક્ષક ની માહિતી DOWNLOD

 

(૧) તમામ પ્રકા૨ની આંતરિક અને જિલ્લાફે૨ બદલી મેળવેલ વિદ્યાસહાયક/શિક્ષકોને શાળામાંથી છૂટા કરતી વખતે શાળામાં ધો૨ણ-૧ થી ૫ અને ધો૨ણ-૬ થી ૮ અલગ અલગ એકમ ગણવાનું રહેશે. ત્યારબાદ શાળાના અલગ અલગ એકમમાં ૫૦% મહેકમ જળવાતુ હોય તો વિદ્યાસહાયક/શિક્ષકોને છૂટા કરવાના રહેશે અને આવી રીતે છૂટા કરાયેલ વિદ્યાસહાયક/શિક્ષકની જગ્યાએ અન્ય શિક્ષક ન આવે ત્યાં સુધી પ્રવર્તમાન બેગવાઇ મુજબ પ્રવાસી શિક્ષકથી ખાલી જગ્યા ભરવાની રહેશે.

Read Also   Ekam Kasoti STD 8 important Link for preparation 

(૨) | પ્રવાસી શિક્ષકો માટેની જોગવાઇઓ નકકી થયેથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકા૨ી/ શાસનાધિકારી એ વખતો-વખતની સૂચના મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

(૩) વધથી બદલી થયેલ વિદ્યાસહાયક/શિક્ષકને કાર્ય દિવસ-૩ માં ફ૨જીયાત છૂટા ક૨વાની જવાબદા૨ી જે તે મુખ્ય શિક્ષકની રહેશે. તે સિવાયની બદલીઓમાં શાળાનું વિભાગવા૨ (ધો૨ણ ૧ થી ૫ તથા ધોરણ ૬ થી ૮ અલગ-અલગ) ૫૦% મહેકમ જળવાતું હોય તે રીતે કાર્ય દિવસ-૭ માં ફ૨જીયાત શાળા/તાલુકા/જિલ્લા કક્ષાએથી છૂટા ક૨વાના રહેશે તથા વિદ્યાસહાયક/શિક્ષકમાંથી સૌથી પહેલા સિનિય૨ શિક્ષકને  છૂનાં રહેશે. એટલે કે બદલી પામનાર શિક્ષક જે શાળામાંથી બદલી પામે છે તે શાળાની દાખલ તારીખના આધારે સિનીયોરીટી નક્કી કરવાની રહેશે. આ સૂચનાનો યોગ્ય અમલ થાય તે જોવાની જવાબદારી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની રહેશે.

Read Also   Gnan Sadhana Scholarship Scheme

(૪) ત્યા૨બાદ ઉભી થયેલી ઘટ માટે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે હેતુથી વચગાળાની વ્યથારૂપે તાલુકા પ્રાથમક શિક્ષણાધિકારીએ પ્રવાસી શિક્ષકથી ખાલી જગ્યા ભ૨વા માટેની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરવાની રહેશે અને જિલ્લા પ્રામિક શિક્ષણાધિકારીએ પ્રવાસી શિક્ષકથી સત્વરે ખાલી જગ્યા પુરાય તેમ કરવાનું રહેશે.

(૫) આ સૂચનાઓ હોવા છતાંય વિદ્યાસહાયક/શક્ષક/મુખ્ય શિક્ષક  વહીવટી કા૨ણોત્સ૨ કે શિક્ષક ઘટ સિવાય મોડા છૂટા થશે કે મોડા છૂટા ક૨વામાં આવશે તો આવા વિધાસહાયક/શિક્ષક/ મુખ્યશિક્ષક સામે શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે અને સંબંધિત શાળાના મુખ્ય શિક્ષકની જવાબદા૨ી નક્કી કરી શિસ્ત વિષયક કાર્યવાહી ક૨વાની ૨હેશે તેમજ મુખ્ય શિક્ષકના કિસ્સામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવશે. આવી ઘટના ધ્યાને આવેથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકા૨ીએ સત્વરે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને અહેવાલ ક૨વાનો રહેશે.

Read Also   Lakshdwip or Maldives

 

 

(૬)   મુખ્ય શિક્ષક ને છૂટા કરવાના કિસ્સામાં જો તેમની સામે કોઇ ખાતાકીય તપાસ/શિક્ષાત્મક કાર્યવાહી તથા નાણાકીય નર્યામતતાની તપાસ ચાલુ ન હોય તો તેઓને હુકમ મળ્યેથી દિન-૭ માં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શક્યત: તેમના પગાર કેન્દ્ર/તાલુકાના અન્ય મુખ્ય શિક્ષકને ખાલી પડનાર જગ્યાનો ચાર્જ સોંપ્યા બાદ જ છૂટા ક૨વાના રહેશે.

Leave a Comment