Diabetes Info: શું છે ડાયાબીટીસ ? કેમ ઝડપથી વધતા જાય છે ડાયાબીટીસ ના કેસ ? ડાયાબીટીસ ન થાય તે માટે શું ધ્યાનમા રાખશો ? ડાયાબીટીસ થાય તો શું ધ્યાન રાખવુ ?

Table of Contents

Diabetes Info: શું છે ડાયાબીટીસ ? કેમ ઝડપથી વધતા જાય છે ડાયાબીટીસ ના કેસ ? ડાયાબીટીસ ન થાય તે માટે શું ધ્યાનમા રાખશો ? ડાયાબીટીસ થાય તો શું ધ્યાન રાખવુ ?

Diabetes Info: ડાયાબીટીસ શબ્દ આપણે બધાએ સાંભળ્યો જ હશે. ડાયાબીટીસ મહામારી ભારતમા દિન પ્રતિદિન વધતી જાય છે. ધીમે ધીમે ભારત ડાયાબીટીક કેપીટલ બનવા જઇ રહ્યુ છે. ખરેખર શું છે ડાયાબીટીસ ? ડાયાબીટીસ થવાના કારણો શુંં? શું ધ્યાન રાખવુ જોઇએ ડાયાબીટીસમા ? ડાયાબીટીસ ન થાય તે માટે શું ધ્યાન રાખવુ ? તેની માહિતી મેળવીશુ.

Diabetes Info

‘ધ લેન્સેટ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રિનોલોજી’નું એક સંશોધન તાજેતરમાં પબ્લીશ થયું હતું. આ સંશોધન મુજબ ભારતમાં 10.1 કરોડ લોકો ડાયાબિટીસના દર્દીઓ છે.

ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના ડેટા કહે છે કે, દેશમાં 13.6 કરોડ લોકો પ્રી-ડાયાબિટીક છે. એટલે કે જે લોકોમાં ડાયાબિટીસના પ્રારંભિક લક્ષણો દેખાય છે.

ડાયાબીટીસ શું છે ?

આપણા શરીરમા સ્વાદુપીંડમા 2 સેલ આવેલા હોય છે. (૧) આલ્ફા સેલ અને (૨) બીટા સેલ

 • આલ્ફા સેલ: શરીરમા ગ્લુકાગોન બનાવવાનુ કામ કરે છે.
 • બીટા સેલ: બીટા સેલ આપણા શરીરમા ઇંસ્યુલીન બનાવવાનુ કામ કરે છે.

આ ઇન્સ્યુલીન આઅપ્ણે જે ખોરાક લઇએ તેમા રહેલ સ્યુગર(ગ્લુકોઝ) ને શરીરના અન્ય ભાગો સુધી પહોંચાડવાનુ અને કાર્બોહાઇડ્રેડ ના ભંગાણથી શરીરને ઊર્જા મળે તે માટે ગ્લુખોઝ નો ઉપયોગ કરવાનુ કામ કરે છે.

Read Also   મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજનાની પ્રવેશ પરીક્ષા

આપણા શરીરમા કોઇ કારણસર બીટા સેલ ઇન્સ્યુલીન બનાવતા નથી. જેને લીધે ખોરાકમા લીધેલ સ્યુગર(ગ્લુઓઝ) શરીરના અન્ય ભાગો સુધી પહોંચતુ નથી અને સરવાળે બ્લડ મા સ્યુગર નુ પ્રમાણ વધતુ જાય છે. સાવ સરળ શબ્દોમા ડાયાબીટીસ શું છે તે આ રીતે સમજી શકાય. ડીટેઇલ માહિતી માટે આ પોસ્ટ આખી અભ્યાસ કરવા વિનંતી.

ડાયાબીટીસ ના પ્રકાર

ડાયાબિટીસના 3 પ્રકાર છે. જે નીચે મુજબ છે.

ટાઈપ-1 ડાયાબિટીસ

આ પ્રકારમા બીટાસેલ બીલકુલ ઇન્સ્યુલીન બનાવતા નથી. આવા સંજોગોમા દર્દીએ આજીવન શરીરને જરૂરિયાત મુજબ ઇન્સ્યુલીન બહારથી એટલે કે ઇંજેકશન દ્વારા લેવુ પડે છે.

ટાઈપ-2 ડાયાબિટીસ

ડાયાબીટીસ ના આ પ્રકારમા શરીરમા ઇન્સ્યુલીન કા તો ઓછુ બને છે અથવા બને છે તો તે કામ આપતુ હોતુ નથી. આ પ્રકારના ડાયાબીટીસમા દવાઓ, જીવનશૈલી અને ખોરાકમા ફેરફાર કરીને તેને કન્ટ્રોલ કરી શકાય છે.

જેસ્ટેશનલ ડાયાબિટીસ

અ પ્રકારનુ ડાયાબીટીસ હાઈ બ્લડ શુગરની સમસ્યા છે જે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન થાય છે.

થોડા વર્ષ પહેલાં એવી માન્યતા હતી કે વધતી ઉંમર સાથે ડાયાબિટીસ થાય છે. પરંતુ હવે ભારતમા નાના બાળકો પણ આ બીમારીનો ભોગ બની રહ્યાં છે.

ડાયાબીટીસ થવાના કારણો

ડાયાબીટીસ થવાના આમ તો ઘણા કારનો હોઇ શકે. જે પૈકી મુખ્ય કારનો નીચે મુજબ છે.

 • અનહેલ્ધી લાઇફસ્ટાઇલ
 • સ્થૂળતા
 • હાયપર ટેન્શન
 • હાઇ બ્લડપ્રેશર
 • ઇન્સ્યુલીનનો અભાવ
 • હાઇ કોલેસ્ટ્રોલ લેવલ
 • કસરત ન કરવાની આદત
 • હોર્મોન મા ફેરફાર
 • ખાવા પીવાની ખરાબ આદત
 • પરિવારમા કોઇ વ્યકતિને ડાયાબીટીસ હોવુ.
 • કોરોના ઈફેકટને લીધે બીટા સેલ નાશ પામવાથી ડાયાબીટીસ ના પ્રમાણમા વધારો થઇ રહ્યો છે.

ડાયાબીટીસ ના લક્ષણો

જો શરીરમા નીચે મુજબના લક્ષણો દેખાય તો ડાયાબીટીસ નો ટેસ્ટ અવશ્ય કરાવવો જોઇએ.

 • ખૂબ પરસેવો થવો
 • વારંવાર તરસ લાગવી, વધુ પડતી તરસ લાગવી
 • વારંવાર પેશાબ જવાની સમસ્યા
 • વારંવાર ભૂખ લાગવી
 • જલ્દી થાક લાગવો
 • વજન સતત ઘટતુ જાય
 • હાથ-પગમા ઝણઝણાટી
 • ઘાવ રૂઝાવામા સમય લાગે
 • અમુક સમયે સૂન મૂન થઇ જવુ.
 • બેચેની
Read Also   Free Avast Antivirus Mobile Security

 

ડાયાબીટીસ મા શું ખાવુ-પીવુ ?

ડાયાબીટીસમા આપણી લાઇફસ્ટાઇલ ખાસ કરીને ખાવા પીવામા પરેજી રાખીને ડાયાબીટીસ મા તમારૂ સ્યુગર લેવલ કન્ટ્રોલ કરી શકાય છે. આ માટે નીચેના જેવે વસ્તુઓ ખાઇ શકાય છે.

 • પુષ્કળ પાણી પીવુ જોઇએ.
 • સફરજન, નારંગી, બેરી, જામફળ, તરબૂચ અને નાશપતી જેવા ફ્રુટસ ખાઇ શકાય.
 • બ્રોકોલી, કોબીજ, કાકડી, પાલક, ગોળ અને કારેલા જેવા શાકભાજી ખાઇ શકાય.
 • ઓટ્સ અને બ્રાઉન રાઇસ ખાઇ શકાય.
 • કઠોળ અને દાળ
 • બદામ, અખરોટ અને પિસ્તા જેવા ડ્રાયફ્રુટ ખાઇ શકાય.
 • ચિયા સીડ્સ, કોળાના બીજ અને ફ્લેક્સસીડ્સ
 • ઓલિવ તેલ, તલનું તેલ

આ વસ્તુઓ બીલકુલ ખાવી કે પીવી નહી

 • ફુલ ક્રીમ મિલ્ક, ચીઝ અને બટર ન ખાવા
 • કૂકીઝ, આઈસ્ક્રીમ અને મીઠાઈઓ બીલકુલ ન ખાવી
 • મટન
 • પેકેજ્ડ જ્યુસ, સોડા અને એનર્જી ડ્રિંક્સ
 • સફેદ ખાંડ, બ્રાઉન સુગર, મધ અને મેપલ સીરપ
 • ચિપ્સ, પ્રોસેસ્ડ પોપકોર્ન અને પ્રોસેસ્ડ મીટ ન ખાવા
 • ધૂમ્રપાન અને દારૂ બીલકુલ ન લેવા

ટાઇપ-1 ડાયાબીટીસમા ખોરાક

ટાઇપ-1 ડાયાબીટીસ સામાન્ય રીતે બાળકોમા વધુ જોવા મળે છે. ટાઇપ-1 ડાયાબીટીસમા બાળકોને રેગ્યુલર ઇંસ્યુલીન ની સાથે સાથે ખાવા પીવામા યોગ્ય ધ્યાન આપવામા આવે છે સ્યુગર લેવલ કંટ્રોલ મા રાખી શકાય છે.

ટાઇપ-1 ડાયાબીટીસ મા બાળકો ને નીચે મુજબની વસ્તુઓ ખોરાકમા આપી શકાય.

 • ટાઇપ-1 ડાયાબીટીસમા બાળકોને અન્ય બાળકો ની જેમ જ ઘરમા બનતો તમામ પ્રકારનો હેલ્ધી ખોરાક આપી શકાય છે.
 • મગફળીની શીંગ, દાળીયા અને સફરજન જેવી વસ્તુઓના ગ્લાયસેમીક ઇંડેક્ષ અને લોડ નીચો હોય છે. તેથી આવી વસ્તુઓ ખોરાકમા વધુ આપી શકાય.
 • ટાઇપ-1 ડાયાબીટીસમા બાળકોને બટેટા, ભાત જેવી વસ્તુઓ ખાવા પર પ્રતિબંધ હોતો નથી.
 • આ ઉપરાંત બાળકોને ક્યારેક ક્યારેક આઇસક્રીમ,કેક,પેસ્ટ્રી જેવી વસ્તુઓ ખાવાનુ મન થાય તો પણ આપી શકાય પરંતુ પ્રોપર ઇન્સ્યુલીન કવર સાથે આવી વસ્તુઓ આપી શકાય.
 • ખાંડ વગરનુ દૂધ અને ચા આપી શકાય.
Read Also   DGVCL Recruitment 2024

ટાઇપ-1 ડાયાબીટીસ મા બાળકો ને નીચે મુજબની વસ્તુઓ ખાવા પીવામા ન આપવી જોઇએ.

 • ચીકુ,કેળા,કેરી જેવા ફ્રુટ નો ગ્લાયસેમીક ઇંડેક્ષ વધુ હોવાથી આવા ફ્રુટ ન આપવા જોઇએ.
 • ચોકલેટ,આઇસક્રીમ,પીઝા, ઠંડાપીણા, શરબત જેવી વસ્તુઓ ન આપવી જોઇએ.
 • ખાંડ વાળુ દૂધ કે ચા ન આપવી જોઇએ.

ડાયાબીટીસ હોય તો શું ધ્યાન રાખવુ ?

 • તમારા ખોરાકમા કોઇ પન વસ્તુનો સમાવેશ કરતા પહેલા તેનો ગ્લાયસેમીક ઇન્ડેક્ષ અને લોડ જાણી લેવા જોઇએ. એટલે કે તે વસ્તુમા સ્યુગર નુ પ્રમાણ કેટલુ છે તે મુજબ તેનો ડાયટ મા સમાવેશ કરવો જોઇએ.
 • લાઇફસ્ટાઇલ રેગ્યુલર રાખવી જોઇએ. એટલે કે શકય હોય ત્યા સુધી સુવાના,ખાવા નુ ટાઇમીંગ ચેંજ ન થવા દેવુ.
 • પુરતી ઊંઘ લેવી જોઇએ.
 • નિયમિત ક્સરત કરવી જોઇએ.
 • ડોકટરે સૂચવ્યા મુજબ નિયમિત ઇન્સ્યુલીન લેવુ જોઇએ.
 • જીવન મા બીનજરૂરી ટેંશન/તણાવ ન આવવા દેવો.
 • બહારનુ જમવાનુ બને ત્યા સુધી ટાળવુ જોઇએ. ઘરે બનાવેલો ખોરાક ખાવો જોઇએ.
 • નિયમિત સ્યુગર લેવલ મોનીટર કરવુ જોઇએ.
 • તમારૂ સ્યુગર લેવલ જો વધુ પડતુ ઓછુ કે વધુ રહેતુ હોય તો તમારા ડોકટરની સલાહ તુરંત લેવી જોઇએ.

જો સ્યુગર લેવલ આદર્શ લેવલ કરતા નીચુ રહેતુ હોય તો તેને હાયપોગ્લાયસેમીયા કહેવામા આવે છે.

જ્યારે નિયત આદર્શ લેવલ કરતા જો વધુ રહેતુ હોય તો તેને હાઇપરગ્લાયસેમીયા કહેવામા આવે છે.

અગત્યની લીંક

હોમ પેજ અહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો અહિં ક્લીક કરો
Diabetes Info
Diabetes info

વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન:1 ડાયાબિટીસ શું છે?

જવાબ: શરીરમા લોહિમા સ્યુગર (શર્કરા) નુ પ્રમાણ વધી જાય છે. શરીરમા પુરતા પ્રમાણમા ઇન્સ્યુલીન ન બનવાથી આ સ્યુગર શરીરના અન્ય ભાગો સુધી પહોંચવાને બદલે લોહિમા પડયુ રહે છે.

ડાયાબિટીસ અને પ્રિ-ડાયાબિટીસ વચ્ચે શું તફાવત છે?

જવાબ: ડાયાબિટીસમાં દર્દીનું શુગર લેવલ ભુખ્યા પેટે 126 થી વધુ અને ભોજનના 2 કલાક પછી 200 થી વધુ થઈ જતુ હોય છે.
પ્રિ-ડાયાબિટીસમાં, દર્દીનું શુગર લેવલ સવારે ખાલી પેટે 110-126 ની વચ્ચે રહેતુ હોય જ્યારે ભોજનના 2 કલાક પછી શુગર લેવલ ચેક કરવામાં આવે તો તે 140-200 ની વચ્ચે રહેતુ હોય છે.

સવારે ભુખ્યા પેટે ડાયાબીટીસ કેટલુ હોવુ જોઇએ ?

સવારે ભુખ્યા પેટે સ્યુગર લેવલ 70-100 mg/dl હોવુ જોઇએ. જો ભુખ્યા પેટે 100-125mg/dl  જેટલુ સ્યુગર લેવલ આવે તો તે પ્રી-ડાયાબીટીસ ની નીશાની ગણાય છે.

આ આર્ટિકલ ફક્ત સર્વ સામાન્ય માહિતી ને આધારે તૈયાર કરવામા આવેલ છે.. તે કોઈપણ રીતે ડોકટર અથવા સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ વિગતો માટે હંમેશા તમારા ડોક્ટરની સલાહ મુજબ આગળ વધવુ જોઇએ.

 

 

 

 

 

 

 

 

Leave a Comment