GUJCET Exam Date 2023: ગુજકેટ પરીક્ષા તારીખ જાહેર, જુઓ ક્યારે લેવાશે પરીક્ષા

GUJCET Exam Date 2023: ગુજકેટ ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, GUJCETની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. આગામી ૩ એપ્રિલના રોજ GUJCETની પરીક્ષા યોજાશે. મહત્વનું છે કે, જિલ્લા કક્ષાના કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે. આ પરીક્ષા સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે.

GUJCET Exam Date 2023
જુઓ ક્યારે લેવાશે પરીક્ષા

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12 SCIENCE પછી વિવિધ વિભાગો જેવા કે ડિગ્રી એન્જિનિયરિંગ,ડિગ્રી ડિપ્લોમા (Degree Deploma) અને ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે GUJCETની પરીક્ષાનું આયોજન થતું હોય છે. વર્ષ 2023 માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ નક્કી કરવામાં આવી છે. જે અનુસાર આગામી 03 એપ્રિલના રોજ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

Read Also   Ram janmabhoomi Pran Pratistha Live ;22 January 2024 રામજન્મભૂમિ પુનઃ પ્રાણ પ્રતિસ્થા લાઈવ ; 22 જાન્યુઆરી 2024

 

જિલ્લાના કેન્દ્રો ખાતે પરીક્ષાનું આયોજન

આગામી 03 એપ્રિલ 2023ના રોજ સવારે 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાશે. જેમાં જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

GUJCET Exam Date 2023 Notification

ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં GUJCET EXAMનું આયોજન

GUJCETનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે. ગુજકેટ માટેની પરીક્ષાનો સત્તાવાર પત્ર 23 જાન્યુઆરીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયો છે.

Read Also   Create festival banner, all wishes & greeting cards, & social media banners

 

GUJCET નો અભ્યાસક્રમ 2023

ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે નીચે મુજબના વિષયના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલ પ્રશ્નો, ગુણ અને સમય રહેશે.

ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક – મશબ/૧૨૧૭/૧૦૩૬/૭ તા.૨૫/૧૦/૨૦૧૭ થી શૈક્ષણિક વર્ષ જૂન-૨૦૧૯ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાય ણવિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERT ના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે. NCERT આધારીત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET-૨૦૨૩ ની પરીક્ષા માટે રહેશે.

Read Also   Benefits available to an officer/employee who dies while on duty today in office law.
અ.નં. વિષય પ્રશ્નો ગુણ સમય
1 ભૌતિક વિજ્ઞાન 40 40 120 મિનિટ
2 રસાયણ વિજ્ઞાન 40 40 120 મિનિટ
3 જીવ વિજ્ઞાન 40 40 60 મિનિટ
4 ગણિત 40 40 60 મિનિટ

ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે ૪૦ પ્રશ્નો ભૌતિકવિજ્ઞાન ના અને ૪૦ પ્રશ્નો રસાયણવિજ્ઞાનના એમ કુલ ૮૦ પ્રશ્નોના, ૮૦ ગુણ અને ૧૨૦ મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ ૮૦ પ્રત્યુત્તર માટેની રહેશે.
જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની OMR Answer Sheet પણ અલગ આપવામાં આવશે.

GUJCET Syllabus 2023
GUJCET નો અભ્યાસક્રમ 2023

એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં ૪૦ પ્રશ્નોના ૪૦ ગુણ અને ૬૦ મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ પ્રત્યેક વિષય માટે ૪૦ પ્રત્યુત્તર માટેની રહેશે.

સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

GUJCET પરીક્ષા ક્યારે છે?

૩ એપ્રિલના રોજ GUJCETની પરીક્ષા છે.

GUJCETનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ: ૨૫/૦૧/૨૦૨૩

ગુજકેટ પરીક્ષા કઈ ભાષામાં હશે?

GUJCETનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે.

Leave a Comment