મિત્રો jio ના ઘણા બધા રિચાર્જ પ્લેન વિશે માહિતી આ માહિતી તમે તમારા ગ્રુપમાં અને તમારા મિત્રોને મોકલવા વિનંતી
Jio નો પોસ્ટપેડ પ્લાન કેટલો છે?
રૂ. 399 અને રૂ. 699 પોસ્ટપેડ ફેમિલી પ્લાન
Jio Plus પ્લાન હેઠળ બે પ્લાન છે – એકની કિંમત 399 રૂપિયા છે, જ્યારે બીજા પ્લાનની કિંમત 699 રૂપિયા છે. બંને ફેમિલી પ્લાનમાં 3 Jio કનેક્શન ઉમેરી શકાય છે.
Jio પોસ્ટપેડ કેવી રીતે કામ કરે છે?
Jio Plus પોસ્ટપેડ ફેમિલી પ્લાન અમર્યાદિત કૉલિંગ અને SMS અને દર મહિને 75GB ડેટા માટે 399 રૂપિયાથી શરૂ થાય છે. બીજો, વધુ પ્રીમિયમ પ્લાન રૂ 799 થી શરૂ થાય છે અને Netflix અને Amazon પ્રાઇમ મેમ્બરશિપ સાથે 100GB ડેટા ઓફર કરે છે. બંને પ્લાનમાં તમે પરિવારના 3 સભ્યોને ઉમેરી શકો છો.
Reliance Jio Best Recharge Plans: ટેલીકોમ સેક્ટરની સૌથી દિગ્ગજ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) પોતાના યૂઝર્સને સુવિધા આપવા માટે સમય-સમય પર સસ્તા અને વધુ બેનિફિટ્સવાળા પ્લાન્સ લઈને આવે છે. કંપની ન માત્ર 23 દિવસ, 28 દિવસ, 1 મહિનો, 3 મહિના અને 6 મહિના માટે સસ્તા પ્રીપેડ પ્લાન ઓફર કરે છે.
પરંતુ જિયોની પાસે એક વર્ષની વેલિડિટીવાળા પણ ઘણા પ્રીપેડ પ્લાન (Prepaid Plan) હાજર છે. તેવામાં જો તમે દર મહિને રિચાર્જ કરાવવાની ચિંતામાંથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. હવે તમારે રિચાર્જની ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે તમને જિયોના કેટલાક બેસ્ટ પ્લાન્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ. જેમાં તમારે વારંવાર રિચાર્જ કરાવવાની જરૂર પડશે નહીં.

તમને જણાવી દઈએ કે રિલાયન્સ જિયો બે એવા પ્રીપેડ પ્લાન ઓફર કરી રહ્યું છે, જેની કિંમત 3000 રૂપિયાથી ઓછી છે, પરંતુ આ પ્લાનમાં 365 દિવસથી વધુની વેલિડિટી આપવામાં આવે છે. આ પ્લાન 2999 રૂપિયા (Reliance Jio Rs 2999 prepaid pla) અને 2879 રૂપિયા (Jio Rs 2,879 plan) માં આવે છે.
આ પ્લાનની સાથે જિયો પોતાના યૂઝર્સને અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા આપે છે. તેનો અર્થ છે કે આ પ્લાનથી રિચાર્જ કરાવવા પર તમને કોઈપણ નેટવર્ક પર લોકલ, એસટીડી અને રોમિંગ કોલ ફ્રીમાં કરી શકો છો. એટલું જ નહીં જિયો યૂઝર્સને આ બંને પ્રીપેડ પ્લાન્સમાં કેટલો વધુ ડેટા આપવામાં આવે છે તેનો તો અંદાજ પણ નહીં લગાવી શકો. તો આવો જાણીએ આ બંને પ્લાન વિશે.
આ પણ વાંચો –Mocha Cyclone 2023 : હવામાન વિભાગે આગાહી, મોચા વાવાઝોડું આવી રહ્યું છે.
જિયોનો 2999 રૂપિયાનો પ્લાન (Jio Rs 2999 prepaid plan)
આ જિયોનો એક વર્ષથી વધુની વેલિડિટીવાળો સૌથી ધાંસૂ અને એકમાત્ર પ્લાન છે. આ પ્લાનમાં તમને દરરોજ 2.5 જીબી ડેટા આપવામાં આવે છે. જિયોના આ પ્રીપેડ પ્લાનમાં 365 દિવસ+ 23 દિવસ (388 દિવસ) ની વેલિડિટી આપવામાં આવે છે. આ પ્રીપેડ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ મલે છે. જો વેલિડિટી પીરિયડ દરમિયાન મળનાર ટોટલ ડેટા બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં 912.5 GB ડેટા ઓફર કરવામાં આવે છે. દરરોજની ડેટા લિમિટ પૂરી થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટીને 64kbps રહી જાય છે. તો આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે. એટલું જ નહીં જો તમે 5જી ઉપયોગ કરી રહ્યાં છો તો તમને અનલિમિટેડ 5જી ડેટા બેનિફિટ્સ પણ આપવામાં આવે છે. સાથે આ પ્લાનમાં JioTV, JioCinema, JioSecurity અને JioCloud નું એક્સેસ ફ્રીમાં ઓફર કરવામાં આવે છે.
જિયોનો 2879 રૂપિયાનો પ્લાન (Jio Rs 2,879 plan)
જિયોનો 2879 રૂપિયાનો પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યૂઝર્સને એક વર્ષ માટે દરરોજ 2જીબી એટલે કે વર્ષે કુલ 730 GB ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં જિયો યૂઝર્સને JioTV, JioCinema, JioSecurity અને JioCloud નું સબ્સક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવે છે. આ સાથે 5જી નેટવર્કનો ઉપયોગ કરી રહેલાં યૂઝર્સને ફ્રી અનલિમિટેડ 5જી ડેટા ઓફર કરવામાં આવે છે.
Jio Recharge Plan: દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) તેના ગ્રાહકો માટે વધુ એક ખાસ પ્લાન લાવ્યું છ. Jioના આ પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસ નહીં પરંતુ પૂરા 30 અને 31 દિવસ એટલે કે એક મહિનાની વેલિડિટી મળશે. ચાલો તમને Jio ના આ નવા પ્લાનની ખાસિયત વિશે જણાવીએ.
માત્ર 259 રૂપિયા ખર્ચવા પડશે
રિલાયન્સ જિયોના આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને 259 રૂપિયા ખર્ચવા પડશે. આ એક કેલેન્ડર મહિનાની માન્યતા સાથેનો રિચાર્જ પ્લાન છે.
દરરોજ 1.5 GB ડેટા મળશે
Jio કેલેન્ડર મહિનાની વેલિડિટી સાથે પ્રીપેડ પ્લાન લઈને આવી હોય તેવી પ્રથમ ટેલિકોમ કંપની છે. Jioની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, 259 રૂપિયાના આ રિચાર્જ પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા છે. તેની માન્યતા સંપૂર્ણ કેલેન્ડર મહિના માટે છે, પછી ભલે તે મહિનામાં 30 દિવસ હોય કે 31 દિવસ.
એક વર્ષમાં 12 રિચાર્જ મળશે
કંપનીએ કહ્યું કે આ પ્લાનમાં ગ્રાહકોએ વર્ષમાં 12 રિચાર્જ કરાવવાના રહેશે. આ ઉપરાંત, પ્લાન દર મહિને તે જ તારીખે પુનરાવર્તિત થાય છે જે દિવસે પ્રથમ રિચાર્જ કરવામાં આવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) એ ટેલિકોમ કંપનીઓને 30 દિવસની માન્યતા સાથે પ્રીપેડ મોબાઈલ રિચાર્જ પ્લાન ઓફર કરવા કહ્યું હતું.