અયોધ્યા દર્શન ગાઇડ: અયોધ્યા દર્શન કરવા જવાના હોય તો આ માહિતી અચૂક સાચવી રાખો, કામ લાગશે

અયોધ્યા દર્શન ગાઇડ: 22 જાન્યુઆરી એ અયોધ્યામા નવનિર્મિત રામમંદિર મા ભગવાન શ્રીરામ ની પ્રતિમાનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. તે દિવસે સમગ્ર દેશમા દિવાળી જેવો માહોલ હતો અને લોકોએ ગામડે ગામડે અને શેરીઓમા હર્ષોલ્લાસ થી ભગવાન રામલલા ના મહોત્સવ ની ઉજવણી કરી હતી. હવે લોકો અયોધ્યા નવનિર્મિત મંદિરના દર્શન કરવા રૂબરૂ જવા ખૂબ જ ધસારો થઇ રહ્યો છે. ત્યારે અયોધ્યા દર્શને જવા માટે તમામ જરૂરી માહિતી મૂકેલી છે. જો અમે પણ અયોધ્યા દર્શને જવાના હોય તો આ માહિતી આપને અચૂક ઉપયોગી બનશે.

અયોધ્યા દર્શન ગાઇડ

આ આર્ટીકલમા આપણે અયોધ્યા દર્શન માટે ઉપયોગી માહિતી મેળવીશુ. જેમ કે અયોધ્યા કઇ રીતે જશો ? દર્શન નો સમય શું છે ? અયોધ્યામા કયા રોકાઇ શકાય ? અયોધ્યામા જોવાલાયક સ્થળો કયા કયા છે ? અયોધ્યા દર્શન જવા માટે ધ્યાનમા રાખવાની બાબતો. વગેરે જેવી ઉપયોગી માહિતી મેળવીશુ.

રામમંદિર દર્શન

અયોધ્યા રામમંદિરનો દર્શન નો સમય નીચે મુજબ છે.

  • સવારે 6:30 વાગ્યા થી બપોરે 12 વાગ્યા સુધી
  • બપોરે 2:30 વાગ્યા થી રાત્રિના 10:00 વાગ્યા સુધી
Read Also   TRUECALLER APP DOWNLOAD

રામમંદિરના મુખ્ય પ્રવેશદ્વાર થી મંદિરનુ અંતર 200 મીટર જેટલુ છે. અહિંથી મંદિર સુધી પહોંચવા માટે વૃદ્ધ અને દિવ્યાંગ લોકો માટે વ્હિલચેર ની સુવિધા ઉપલબ્ધ છે. મંદિરમા સિંહદ્વાર થી 32 પગથીયા ચડી ને મંદિરમા પ્રવેશ મળશે. ત્યારબાદ પાંચ મંડપ પાર કરીને ગર્ભગૃહમા 30 ફૂટ દૂરથી ભગવાન રામલલા ના દર્શન કરી શકસો.

અયોધ્યા આરતી સમય

અયોધ્યા રામમંદિરમા દર્શન અને આરતીનો સમય નીચે મુજબ હોય છે.

  • શ્રુંગાર આરતી: સ્વારે 6:30 થી 7 વાગ્યે
  • ભોગ આરતી: 11:30 વાગ્યે
  • મધ્યાહન આરતી: બપોરે 2:30 વાગ્યે
  • સંધ્યા આરતી: સાંજે 6:30 વાગ્યે
  • શયન આરતી: 8:30 થી 9:00 વાગ્યા સુધી

ભગવાન રામલલાની આરતીમા સામેલ થવા માટે ટ્રસ્ટ તરફથી નિયમો નક્કી કરવામા આવી રહ્યા છે. ઓફલાઇન પાસ માટે મંદિર કેમ્પસ માથી જ પાસ લઇ શકાય છે. જયારે ઓનલાઇન પાસ બુકીંગ માટે મંદિર ટ્રસ્ટ ની ઓફીસીયલ વેબસાઇટ https://srjbtkshetra.org/ પર જઇને બુકીંગ કરાવી શકાય છે.

મંદિરમા અંદર શું લઇ જઇ શકાય ?

અયોધ્યા મંદિરે દર્શને જતા લોકો માટે મંદિર કેમ્પસમા અંદર વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ છે. ખાસ કરીને મોબાઇલ, કેમેરા, ડીઝીટલ વોચ, કે અન્ય વસ્તુઓ અંદર લઇ જવાની મનાઇ છે. જયારે માત્ર પાકીટ અને ચશ્મા જેવી વસ્તુ જ અંદર લઇ જવાની છૂટ આપવામા આવી છે.

મંદિરમા ભક્તો માટે પ્રસાદ ની વ્યવસ્થા પણ કરવામા આવી છે. ઉપરાંત ભકતો સાથે શાકાહારી અને શુદ્ધ મીઠાઇની વસ્તુઓ ભગવાન ને ધરાવવા માટે સાથે લઇ જઇ શકે છે.

Read Also   આવી ગઈ ખુશખબરી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થશે? જાણો વિગત

અયોધ્યા કઇ રીતે પહોંચશો ?

અયોધ્યા જવા માટે તમે હવાઇ માર્ગે, રોડ માર્ગે અને ટ્રેન દ્વારા જઇ શકો છો. જેની કનેકટીવીટી નીચે મુજબ છે.

હવાઇ માર્ગે

હવાઇ માર્ગે અયોધ્યા જવા માટે ભારતના વિવિધ શહેરોથી ફલાઇટ ઉપલબ્ધ છે. જેમા દિલ્હી, મુંબઇ, અમદાવાદ, ચેન્નઇ, બેગાલુરૂ જેવા મુખ્ય શહેરોથી ફ્લાઇટ ઉપલબ્ધ છે. ઉપરાંત આગામી સમયમા અન્ય શહેરોથી પણ ફલાઇટ શરૂ થનાર છે.

રેલમાર્ગે

રેલમાર્ગે ટ્રેન દ્વારા ભારતના વિવિધ શહેરોથી અયોધ્યા જવા માટે ઘણી બધી ટ્રેનો ઉપલબ્ધ છે. હાલ દિલ્હી, અમૃતસર, મુંબઇ, ભોપાલ, ઇન્દોર, જયપુર, કોલકતા, જેવા મુખ્ય શહેરોથી ટ્રેન ઉપલબ્ધ છે. આગામી સમયમા ભારતના વિવિધ શહેરોથી અયોધ્યા ને જોડતી 1000 ખાસ ટ્રેન દોડાવવાની ભારતીય રેલવે આયોજન કરી રહ્યુ છે.

રોડ માર્ગે

રોડ માર્ગે ભારતના વિવિધ શહેરોથી અયોધ્યા સરળતાથી પહોંચી શકાય છે. ભારતના મુખ્ય શહેરોથી અયોધ્યા સુધીનુ અંતર અને મુસાફરી માટે લાગતો સમય નીચે મુજબ છે.

શહેર કીમી મુસાફરીમા લાગતો સમય
દિલ્હી 688 11 કલાક
મુંબઇ 1600 38 કલાક
જયપુર 710 13 કલાક
અમદાવાદ 1350 34 કલાક
ઇન્દોર 930 19 કલાક
ભોપાલ 781 13 કલાક
ચંદિગઢ 914 15 કલાક

 

ઉતરપ્રદેશ ના મુખ્ય શહેરો થી અયોધ્યાનુ અંતર અને મુસાફરી માટે લાગતો સમય નીચે મુજબ છે.

શહેર કીમી મુસાફરીમા લાગતો સમય
આગરા 468 11 કલાક
લખનૌ 134 2.25 કલાક
ગોરખપુર 133 2.25 કલાક
પ્રયાગરાજ 167 2.5 કલાક
વારાણસી 218 2.5 કલાક

રોકાવાની વ્યવસ્થા

 

Read Also   TIPS FOR MOBILE RADIATION

અયોધ્યામા રોકાવા માટે ધર્મશાળા અને હોટેલો ની ઘણી વ્યવસ્થા છે. અને હવે નવી હોટેલો અને ધર્મશાળાઓ ડેવલપ થઇ રહી છે. મુખ્ય હોટેલો અને ધર્મશાળાની વ્યવસ્થા નીચે મુજબ છે.

સ્થળ રૂમ ભાડુ મંદિરથી અંતર સંપર્ક નં.
જૈન ધર્મશાળા 30 500 થી 2000 1.5 કીમી 6260363801
રામ વૈદેહી મંદિર ધર્મશાળા 200 1000 થી 3000 2 કીમી 7570088000
કનક મહેલ 50 1000 થી 3000 2 કીમી 9682958388
રામ હોટેલ 50 1000 થી 3000 1 કીમી 9415140674
રામપ્રસ્થ હોટેલ 40 1000 થી 3000 2 કીમી 8115000098
રમીલા કુટીર 25 5000 2 કીમી
રામાયણમ હોટેલ 50 20000 સુધી 3 કીમી

 

અયોધ્યામા મુખ્ય દર્શન સ્થળો

અયોધ્યામા મુખ્ય રામમંદિર સિવાય ભગવાન શ્રીરામ સાથે જોડાયેલા અનેક અન્ય દર્શન સ્થળો પણ આવેલા છે. આ મંદિરો મુખ્ય રામમંદિરની આસપાસ જ આવેલા છે.

  • હનુમાનગઢી: રામમંદિરથી 500 મીટર
  • કનક ભવન; રામમંદિર થી 1 કીમી
  • સીતા રસોઇ: રામમંદિર થી 1 કીમી
  • સરયૂ કાંઠો: રામમંદિર થી 2 કીમી

ધ્યાનમા રાખવાની બાબતો

અયોધ્યા દર્શને જતા સમયે આ બાબતો ખાસ ધ્યાનમા રાખજો.

  • રામજન્મભૂમિ સંકુલની અંદર અંગત વસ્તુઓ (ફોન, વૉલેટ, ચાર્જર, પેન, નોટબુક લઈ જવાશે નહીં. પરિસરમાં લોકરની સુવિધા મફત છે.
  • સમગ્ર શહેર માટે ઈ-બસ શરૂ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગોલ્ફ કાર્ટપણ ઉપલબ્ધ હશે, જેનું ભાડું 50 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે.
  • હવામાન અને તહેવારોના સંદર્ભમાં અયોધ્યા જવાનો શ્રેષ્ઠ સમય માર્ચ, એપ્રિલ, મે, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનો છે.

 

  • રામમંદિરમાં વૃદ્ધ અને દિવ્યાંગ ભક્તો માટે વ્હીલચેર અને લિફ્ટની વ્યવસ્થા વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
  • અયોધ્યાથી અંદાજ 152 લિોમીટર દૂર છે. ગોરખપુર, પ્રયાગરાજ અને ઉપરાંત લખનૌમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વારાણસી એરપોર્ટ વચ્ચેનું અંતર અનુક્રમે 158 કિમી, 172 કિમી અને 224 કિમી છે.
  • રામલલ્લાના મંદિરની અમાવા મહાવીર ટ્રસ્ટનું રામ રસોઈ ઘર છે. રામ રસોઇમાં રામલલ્લાના દર્શન કરનારા ભક્તોને તેમનું આધારકાર્ડ બતાવીને મફત ભોજન મળે છે.
  • અયોધ્યા માટે લખનૌ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેક્સી મળશે. લગભગ 3000 રૂપિયામાં ટેક્સી બુક કરીને લખનૌથી અયોધ્યા જઈ શકો છો.
  • અયોધ્યામાં રામમંદિરમાં દર્શન દરમિયાન ઓછામાં ઓછી 5 ચોકી છે, પડશે. જ્યાં તમારે સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડશે.
  • જો અચાનક કોઈ મેડિકલ મદદની જરૂર પડે તો રામમંદિરમાં મેડિકલ .આ ઉપરાંત નજીકમાં શ્રી રામ હોસ્પિટલ પણ છે.

અગત્યની લીંક

અયોધ્યા દર્શન ગાઇડ
અયોધ્યા દર્શન ગાઇડ

અયોધ્યા રામમંદિર ની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://srjbtkshetra.org

 

Leave a Comment