કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024: જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના: સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ ની સ્કોલરશીપ આપવા માટે અનેક યોજનઓ ચલાવવામા આવે છે. જેમા ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 નુ જાહેરનામુ બહાર પડયુ છે. ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ પરીક્ષા લીધા બાદ જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કુલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ, મોડેલ સ્કુલ અને રક્ષાશક્તિ સ્કુલ મા પ્રવેશ આપવામા આવે છે. જેમા ધોરણ 6 થી 12 સુધીનુ શિક્ષણ સંપૂર્ણ ફ્રી મળે છે.

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024

 

Read Also   Best Tour Planner Websites in India
યોજનાનુ નામ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024
CET 2024
ફોર્મ ભરવાની તારીખ 29-1-2024 થી 9-2-2024
પરીક્ષા ફી નિ:શુલ્ક
પરીક્ષા તારીખ 30-3-2024
ઓફીસીયલ વેબસાઇટ www.sebexam.org

CET 2024

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અન્વયે પરીક્ષા બાદ મેરીટ મા આવનાર વિદ્યાર્થીઓ માટે નીચે મુજબ યોજનાઓનો લાભ મળવાપાત્ર છે.

  • મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
  • જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કુલ
  • જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ
  • મોડેલ સ્કુલ
  • રક્ષાશક્તિ સ્કુલ

યોગ્યતા

  • સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ આ તમામ યોજનાઓ માટે પરીક્ષા આપવા માટે યોગ્યતા ધરાવે છે.
  • જયારે ખાનગી શાળામા ધોરણ 1 થી 5 નો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માત્ર રક્ષાશક્તિ સ્કુલ અને મોડેલ સ્કુલ માટે જ પરીક્ષા આપવા માટે યોગ્યતા ધરાવે છે.
Read Also   SSC CGL Recruitment 2024

કસોટીનુ માળખુ

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે લેવામા આવતી કસોટીનુ માળખુ નીચે મુજબ હોય છે.

  • બહુવિકલ્પ પ્રકારની કસોટી લેવામા આવે છે.
  • કુલ 120 ગુણ નુ પ્રશ્નપત્ર હોય છે જેના માટે 150 મીનીટનો સમય હોય છે.
  • કસોટીનુ માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષા મા હોય છે.
  • ધોરણ 5 ના અભ્યાસક્રમ આધારીત પેપર હોય છે જેમા વિવિધ વિષયોનો ગુણભાર નીચે મુજબ હોય છે.
ક્રમ વિષય પ્રશ્નો ગુણભાર
તાર્કીક ક્ષમતા 30 30
ગણિત સજ્જતા 30 30
પર્યાવરણ 20 20
ગુજરાતી 20 20
અંગ્રેજી-હિન્દી 20 20
કુલ ૧૨૦ ૧૨૦

પરીક્ષા કેન્દ્ર

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ તાલુકા કક્ષાએ પરીક્ષા કેન્દ્ર ફાળવવામા આવે છે.

Read Also   Best Tour Planner Websites in India

પરીણામ અને મેરીટ લીસ્ટ

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપ્યા બાદ તેનુ પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર પ્રસિદ્ધ કરવામા આવે છે. કટ ઓફ મેરીટ મા સમાવિષ્ટ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન, બેંક ડીટેઇલ અપલોડ કરવાની કામગીરી અને શાળા પસંદગી જેવી પ્રોસેસ માથી પસાર થવાનુ હોય છે.

cet exam 2024
cet exam 2024

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 ઓનલાઇન ફોર્મ

  • આ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ જ ભરવાનુ રહેશે.
  • પરીક્ષા સંબંધી તમામ માહિતી માટે રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.sebexam.org ચેક કરતા રહેવુ.
  • સરકારી અને અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓ ના ફોર્મ ઓનલાઇન ભરવા માટે https://schoolattendancegujarat.in/ વેબસાઇટ પરથી ફોર્મ ઓંલાઇઅન ભરવાના રહેશે.
  • ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ફોર્મ https://www.sebexam.org/ વેબસાઇટ પરથી ભરવાના રહેશે.
  • પરીક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેસેજ થી જાણ કરવામા આવશે ઉપરાંત ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેવુ

અગત્યની લીંક

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 નોટીફીકેશન અહિં ક્લીક કરો
ઓફીસીયલ વેબસાઇટ અહિં ક્લીક કરો
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024

 

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://www.sebexam.org

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ શું છે ?

29-1-2024 થી 9-2-2024

 

 

Leave a Comment