SBI Whatsapp Banking: SBI WhatsApp Balance check number :

SBI Whatsapp Banking: SBI WhatsApp Balance check number : Are You looking for SBI Whatsapp Banking Service ? SBIએ ભારતની સૌથી મોટી બેંક છે. એસબીઆઈ બેંક સુવિધા સમયાંતરે પોતાના ગ્રાહકો માટે નવી સર્વિસ લોન્ચ કરતી રહે છે. હાલમાં SBI દ્વારા આવી જ એક નવી સુવિધા જાહેર કરવામાં આવી છે તેનું નામ છે SBI WhatsApp બેન્કિંગ સર્વિસ. આ સુવિધા આવ્યા પછી આપણે બેંકના ઘણા ધક્કા બચી જશે. ચાલો તો આ સર્વિસ વિશે આ પોસ્ટમા માહિતી મેળવીએ. હવે તમારા WhatsApp મા પણ બેંક ખાતાની સંપૂર્ણ વિગતોમેળવી શકો છો.

SBI Whatsapp Banking

માહિતી SBI WhatsApp બેન્કિંગ સર્વિસ
બેંક નામ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
સ્થળ ભારત
લાભ SBI બેંક કસ્ટમર
ઓફીસીયલ વેબ સાઈટ https://www.onlinesbi.com
સર્વીસ વોટ્સએપ દ્વારા માહિતી

SBI WhatsApp બેંકિંગ સર્વિસના લાભ

SBI WhatsApp બેંકિંગ સુવિધાની ની મદદથી ગ્રાહકો સરળતાથી પોતાનું મીની સ્ટેટમેન્ટ અને બેંક બેલેન્સ અને અન્ય વિગતો ચેક કરી શકશો. આ સુવિધાનો લાભ લેવા માટે તમારે જે મોબાઈલ નંબર બેંક ખાતામાં રજીસ્ટ્રેશન થયેલ હોય તે મોબાઈલ નંબર પરથી “HI” લખીને +91 9022690226 પર વોટસ અપમા મેસેજ કરવો પડશે, ત્યાર બાદ તમે SBI WhatsApp mini statement અને SBI WhatsApp બેલેન્સ ચેક કરી શકશો

Read Also   TIPS FOR MOBILE RADIATION

How to Register SBI WhatsApp Banking

Registration process For SBI Whatsapp Banking Service

SBI WhatsApp Banking સુવિધા શરુ કરવા નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે.

  • SBI WhatsApp બેંકિંગ સર્વિસનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારેઆ સુવિધા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.
  • રજીસ્ટ્રેશન માટે તમારે WAREG લખીને ત્યાર બાદ તમારો બેંક એકાઉન્ટ નંબર (WAREG A/c No) ટાઈપ કરો.
  • ત્યારબાદ આ મેસેજ 7208933148 પર મોકલો.
  • આ મેસેજ તમારે બેંકમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો હતો તેના પરથી મોકલવાનો રહેશે.
  • રજીસ્ટ્રેશન થઇ ગયા પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના WhatApp નંબર પરથી કન્ફર્મેશન મેસેજ આવશે. ત્યારબાદ તમે SBI WhatsApp બેંકિંગ સર્વિસનો લાભ લઈ શકશો
Read Also   આવી ગઈ ખુશખબરી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થશે? જાણો વિગત

SBI WhatsApp બેંકિંગની સુવિધાનો લાભ તમે 24 કલાકમાં ગમે ત્યારે લઈ શકશો. તમે તમારા એકાઉન્ટનું મીની સ્ટેટમેન્ટ અને બેંક બેલેન્સ 24*7 કલાક ચેક કરી શકશો. હવે નાના કામ ઘર બેઠા જ પતાવો આ સુવિધાનો લાભ લઈને.

SBI WhatsApp Banking નો ઉપયોગ કેમ કરવો

  • SBI WhatsApp Banking ના ઓફીસીયલ નંબર પર Hi લખી મેસેજ કરતા Get Balance અને Get mini statement આવા બે ઓપ્શન મળશે.
  • આ ઉપરાંત Other services ઓપ્શન થી અન્ય કામ કરી શકસો.
Read Also   મોહનદાસ કરમચંદ ગાંધી
SBI Whatsapp Banking
SBI Whatsapp Banking

SBI WhatsApp બેંકિંગ મા મળતી સુવિધાઓ

  • એકાઉન્ટ બેલેન્સ ચેક
  • મીની સ્ટેટમેન્ટ
  • પેન્શન સ્લિપ
  • લોન વિશેની (હોમ લોન, કાર લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન, શૈક્ષણિક લોન) અંગેની માહિતી
  • ડિપોઝિટ પ્રોડક્ટ્સ વિશેની માહિતી (બચત ખાતું, રિકરિંગ ડિપોઝિટ, ટર્મ ડિપોઝિટ – સુવિધાઓ અને વ્યાજ દરો
  • NRI સેવાઓ (NRE એકાઉન્ટ, NRO એકાઉન્ટ) – સુવિધાઓ અને વ્યાજ દરો
  • ઇંસ્ટન્ટ એકાઉન્ટ ખોલવું (સુવિધાઓ/પાત્રતા, જરૂરીયાતો)
  • હેલ્પલાઈન
  • પ્રી અપ્રુવડ લોન

SBI Whatsapp Banking Number

SBI બેંકની WhatsApp પર મળતી આ સુવિધાથી લોકોને બેલેન્સ ચેક કરવા, મીની સ્ટેટમેન્ટ જેવા કામ માટે બેંક સુધી રુબરુ ધક્કો ખાવાની જરુર નથી પડતી અને 24 કલાકમા ગમે ત્યારે આ સુવિધાનો ઘરેબેઠા ઉપયોગ કરી શકાય છે. SBI બેંક તેના ગ્રાહકોને ઘણી ઓનલાઇન સુવિધાઓ આપી રહિ છે. whatsapp Banking પણ તેમાની એક સુવિધા છે.

SBI Whatsapp Banking Number +91 9022690226 છે. જેના પરથી તમે તમારા SBI બેંકખાતાની વિગતો ગમે ત્યારે મેળવી શકો છો. SBI Whatsapp Banking charges ની વાત કરીએ તો તે બીલકુલ ફ્રી છે. એટલે કે કોઇ ચાર્જ નથી લાગતો.

સત્તાવાર ટ્વીટ જોવો અહીં ક્લિક કરો
સત્તાવાર વેબ સાઈટ અહીં ક્લિક કરો

 

SBI WhatsApp બેન્કિંગ સર્વિસ
SBI WhatsApp બેન્કિંગ સર્વિસ

SBI WhatsApp બેન્કિંગ સર્વિસ માટે કયો નંબર છે ?

+91 9022690226

SBI WhatsApp બેન્કિંગ કયારે ઉપયોગ કરી શકાય ?

આ સર્વિસ 24 x 7 ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે

Leave a Comment